​​​​​​​ઉઘરાણી મુદ્દે મારામારી:ખંભાળીયાના હરસિધ્ધિનગર વિસ્તારમાં આધેડ ઉપર હુમલો

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો
  • ઉઘરાણી પ્રશ્ને મનદુ:ખ રાખી માર માર્યો

દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલ હાપીવાડી ખાતે રહેતા ફરિયાદી વાલાભાઈ માણસીભાઈ જોગાણી નામના 65 વર્ષીય આધેડએ આજથી આશરે એક વર્ષ પહેલાં પોતાની માલિકીની આશરે 30 વિઘા જમીન આરોપી ખેંગાર વિરપાર જોગાણી તથા ભીખા વીરપાર જોગાણી નાઓને વહેંચેલ અને આ ખેતીની જમીન આશરે 32 વિઘા જેટલી હોય જે જમીનની માપણી કરાવવા તેમજ વધુ નીકળતી જગ્યા તથા જગ્યામાં આવેલ મકાન સાથે કુલ રૂ.7 લાખ ઉપરોક્ત આરોપીઓ પાસેથી લેવાના થતા હતા.

આ બાબતે અવારનવાર ઉઘરાણી કરવા છતાં તેમજ ફરિયાદી વાલાભાઇએ આરોપી ખેંગારને ફોન કરીને બાકી નીકળતી રકમની માંગણી કરતા ખેંગારએ પૈસા આપવાની ના પાડી દઈ ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે થયેલ મનદુઃખનું મનમાં રાગડ્રેષ રાખી ગત તા.23-07ના રોજ સવારે સાત વાગ્યાના આસપાસ વાલાભાઈ પોતાની વાડીએથી લીલો ચરો લઈ હરસિધ્ધિનગરમાં પોતાના સબંધીને ત્યાં આપવા જતા હતા .

તે વેળાએ ઉપરોક્ત આરોપીઓએ વાલાભાઇની મો.સા.ની આગળ પોતાનું મો.સા.રાખી દઈ કુહાડો તથા લોખંડના પાઇપ જેવા હથિયાર વડે શરીરે આડેધડ માર મારી ફેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોચાડી ભૂંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે ખંભાળીયા પોલીસે વાલાભાઈ જોગાણીની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...