કોર્ટનો આદેશ ન માનતાં સજા:ખંભાળિયાની દીકરીને ચડત ભરણપોષણની રકમ ન ચૂકવતાં મીઠાપુરના આસામીને ફેમિલી કોર્ટે કેદની સજા ફટકારી

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયામાં રહેતાં વકાતરની પુત્રીના લગ્ન જામનગરના ગોરધનપર ખાતે રહેતાં અને હાલ મીઠાપુર ખાતે એક કંપનીમાં નોકરી કરતાં યુવક સાથે 7 વર્ષ પૂર્વે થયાં હતાં. ત્યારબાદ આ મહિલાને પતિએ શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી બાળક સાથે પહેર્યા કપડે કાઢી મુકી હતી. અદાલતે અરજદારના પતિને ભરણપોષણ ચૂકવવા માટે હુકમ કર્યો હોવા છતાં તે ન ચૂકવ્યો હોવાથી ફેમિલી કોર્ટના જજે આ મહિલાના પતિને કેદની સજા ફટકારી હતી.
ભરણપોષણ માટેની અરજી દાખલ કરવામાં આવી
ખંભાળિયામાં રહેતાં વકાતરની પુત્રીના લગ્ન જામનગર જિલ્લાના ગોરધનપર ખાતે રહેતાં અને હાલ મીઠાપુર ખાતે એક કંપનીમાં નોકરી કરતાં કમલેશ વાલજી બાંભવા સાથે આજથી આશરે 7 વર્ષ પૂર્વે થયાં હતાં. આ મહિલા અરજદારના લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રનો પણ જન્મ થયો હતો. ત્યારબાદ આ મહિલાને પતિએ શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો એને આ મહિલાને તેમના નાના બાળક સાથે પહેર્યા કપડે કાઢી મુકી હતી. આ મહિલા દ્વારા ખંભાળિયાની અદાલતમાં તેણીના પતિ સામે ભરણપોષણ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી.
480 દિવસની કેદની સજા ફટકારી​​​​​​​
આ કેસમાં અરજદાર મહિલા તથા તેના સંતાનને અરજીની તારીખથી સંયુક્ત રીતે રૂ. 5,000નું ભરણપોષણ ચૂકવી આપવા માટે કોર્ટે હુકમ કર્યો હતો. તેમ છતાં પણ કમલેશ બાંભવા દ્વારા ભરણપોષણની રકમ નહીં ચૂકવતાં અરજદાર મહિલા દ્વારા તેણીના પતિ સામે ચડત ભરણપોષણની રકમ મેળવવા માટેની અરજી કરી હતી. જેથી સામાવાળાએ 24 માસની રકમ નહીં ચૂકવવા બદલ ખંભાળિયાની ફેમિલી કોર્ટના જજે અરજદાર મહિલાના પતિ કમલેશ બાંભવાને 480 દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. અરજદાર તરફે અહીંના જાણીતાં એડવોકેટ જીતેન્દ્ર કે. હિંડોચા સાથે હર્ષિદા કે. અશાવલા અને એ.એન. ધ્રુવ રોકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...