કૌભાંડનો પર્દાફાશ:ખાનગી વિમા કંપનીના મેનેજર અને એજન્ટ સહિત 4ની ધરપકડ

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃત વ્યકિતને જીવતો બનાવી લાખો રૂપિયાનો વિમો પકાવવાનુ કૌભાંડ ખુલ્યું
  • સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ દ્વારા તપાસનો ધમધમાટ,વધુ બે બોગસ કલેઇમ પણ ખુલ્યા

દેવભૂમિ દ્વારકા પંથકમાં મૃતક વ્યકિતને જીવતો બતાવી લાખો રૂપિયાના વિમા પકાવવાના કૌભાંડમાં ફોજદારી બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે સધન તપાસનો ધમધમાટ હાથ ધરતા રીલાયન્સ નીપ્પોન ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અને એજન્સ સહિત ચારને પકડી પાડયા છે.પોલીસે પ્રકરણની વધુ તપાસ હાથ ધરતા પ્રાથમિક તબકકે જ વધુ બે બોગસ કલેઇમ કરવામાં આવ્યા હોવાનુ ખુલ્યુ છે.

મળતી માહિતી મુજબ ખંભાળીયાના શેઢા ભાડથર ગામે રહેતા આરોપી મેરામણ ઓડેદરાના પિતા નથુભાઈ ઓડેદરા વર્ષ 2011માં અવસાન પામ્યા હતા. બાદમાં આરોપી મેરામણએ પોતાના મૃતક પિતાના નામે 3,82,300નો વીમો વર્ષ 2015માં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2018માં આરોપી મેરામણએ તેમના પિતાને મૃત જાહેર કરી મરણનો ખોટો દાખલો આપી આ વિમાની રકમ ક્લેઇમ કરાઇ હતી.

આવી જ રીતે અન્ય કલ્યાણપુરના ધતુરીયા ગામના રહીશ સ્વ.માલીબેન મશરીભાઈ ભોચીયાનો રૂ.4,99,000નો વીમો ક્લેઇમ કરાયો હતો. ઉપરાંત વધુ એક ખંભાળીયાના કેશોદ ગામના સ્વ. રવીકુમાર અરશીભાઈ બોદરનો પણ રૂ.1,74,000નો વીમો ઉતારી ઇન્સ્યોરન્સ માટે ક્લેઇમ કરાયા હતા. સમગ્ર મામલે રિલાયન્સ નિપોન ઇન્સ્યોરન્સના સિનિયર એક્ઝીક્યુટીવ વાસુદેવ દિગંબર પુડલીક તિકમએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

જેની પોલીસ વડા નિતેશ પાંડે તથા ડીવાયએસપી.હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ પી.સી.સિંગરખીયા અને ટીમ દ્વારા સમગ્ર પ્રકરણ અંગે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન પોલીસે આ કૌભાંડ આચરનાર આરોપી ઉમેશ નરશી સંચાણીયા, અરજણ ભીખા આંબલીયા, મેરામણ નથુ ઓડેદરા તથા મશરી ઉકા ભોચિયા નામના ચાર શખ્સોની વિધિવત રીતે પોલીસે ધરપકડ કરી આગળની સંઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...