• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Appointment Of Saurabh Dubey As Election Expenditure Observer In Dwarka, Arms In District, Know Which Documents Can Be Used For Voting

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:દ્વારકામાં ચુંટણી ખર્ચ ઓબ્ઝર્વર તરીકે સૌરભ દુબેની નિમણૂંક, જિલ્લામાં હથિયારબંધી, જાણો મતદાન માટે ક્યા દસ્તાવેજોનો ઉપયોગ થઈ શકશે

દ્વારકા ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચુંટણી પંચ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગ માટે ચુંટણી ખર્ચ ઓબ્ઝર્વર તરીકે આઇ.આર.એસ. સૌરભ દૂબેની નિમણૂંક કરવામાં આવી છે.

કોઈ વ્યક્તિને ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત હોય તો તેમને ઈ-મેઈલ expobs.dbdwarka@gmail.com ઉપર રજૂઆત કરી શકાશે. આ ઉપરાંત કોઈ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો તેના માટેનો સમય અગાઉથી ટેલીફોનીક સંપર્ક કરી નક્કી કરી લેવાનો રહેશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન માટે નીચે મુજબના દસ્તાવેજોનો ઉપયોગ થઈ શકશે
દ્વારકા જિલ્લામાં આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પંચ તરફથી નક્કી કર્યા મુજબ તા. 1 ઓક્ટોબરની લાયકાતની તારીખની મતદારયાદી ધ્યાને લેવાની રહેશે. આ ચૂંટણીઓમાં મતદાન માટે ઈ.વી.એમ.નો અને તમામ મતદાન મથકે વી.વી.પી.એ.ટી.નો ઉપયોગ થશે. આ ઉપરાંત તમામ મતદારોની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા નીચેના દસ્તાવેજનો ઉપયોગ કરી શકાશે.

આ દસ્તાવેજોમાં આધારકાર્ડ, મનરેગા જોબકાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ તથા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જાહેર સાહસો, પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, તેમજ સંસદસભ્ય/ ધારાસભ્ય/ વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને ફોટો વોટર સ્લીપનો સમાવેશ થાય છે.

દેવભૂમી દ્વારકા જિલ્લામાં હથિયારબંધી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ હુકમ પ્રસિધ્ધ કર્યો છે. જિલ્લામાં તા. 11 ડિસેમ્બર સુધી કેટલાક કરવાની મનાઇ કરવામાં આવી છે.

જેમાં શસ્ત્ર, દંડ, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા કોઇ પણ પ્રકારના શારીરિક ઇજા કરી શકાય તેવા શસ્ત્રો અને ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઇ જવા, મનુષ્ય, તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પુતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સમ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્થરો ફેકી શકય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...