12-ડી ફોર્મ વિતરિત કરવામાં આવ્યા:દ્વારકામાં સો.મી.નો દુરુપયોગ અટકાવવા અધિકારીની નિમણૂક; ટપાલ મતદાન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

દ્વારકા ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ચૂંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત પણે અમલ થાય તેમજ ચૂંટણી ભયમુક્ત, સ્વતંત્ર અને નિષ્પક્ષ યોજાય તે માટે ચૂંટણી દરમિયાન SMS તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ અટકાવવા સંબંધી મોનીટરીંગની કામગીરી અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમારની નિમણૂક કરવામાં આવી છે. તેમજ 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરીકો અને મતદારયાદીમાં દિવ્યાંગજન તરીકે ફ્લેગ થયેલ વ્યક્તિઓ માટે ટપાલ મતદાન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ સેલ કચેરી
આ અંગે વધુ માહિતી માટે નોડલ અધિકારી એમ.એમ. પરમારના મોબાઈલ નંબર 9978401952 તથા dysp-jam-dbdwarka@gujarat.gov.in તેમજ સાયબર ક્રાઇમ સેલ કચેરીના નં. 6359627951 પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ટપાલ મતદાન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે, ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરીકો અને મતદારયાદીમાં દિવ્યાંગજન તરીકે ફ્લેગ થયેલ વ્યક્તિઓ માટે ટપાલ મતદાન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

12-ડી ફોર્મ વિતરિત કરવામાં આવ્યા
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લાયકાત ધરાવનાર એક પણ નાગરિક મતદાન કરવા માટે રહી ન જાય અને મતદાતાઓ આગામી ચૂંટણીમાં પોતાનું યોગદાન આપે તે માટે વધુમાં વધુ જાગૃતિ સાથે મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે 6647 અને દ્વારકા વિધાનસભા વિસ્તાર માટે 5459 તેમજ ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં દિવ્યાંગ મતદારો માટે 2849 અને દ્વારકા વિધાનસભા વિસ્તાર માટે 3401 જેટલા 12-ડી ફોર્મ વિતરિત કરવામાં આવ્યા છે.

મથકે આવી શકવા અસમર્થ છે તેવા લોકો પોતાનું મતદાન કરી શકે
12-ડી ફોર્મની સુવિધા થકી જે મતદારો મતદાન મથકે આવી શકવા અસમર્થ છે, અથવા તો ચૂંટણીલક્ષી કામગીરીમાં પોતાનું સ્થળ છોડી શકે એમ નથી. તેવા લોકો પણ પોતાનું મતદાન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...