દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે આઇ.એ.એસ. અમ્રિત ત્રિપાઠીની નિમણૂંક કરવામાં આવી છે.
કોન્ટેક નંબર અને ઈ-મેઈલ આઈડી
કોઈ વ્યક્તિને ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત હોય તો જનરલ તેમના મોબાઈલ ફોન 6354715423, લેન્ડ લાઈન નં. 02833 - 256041 અને ફેક્સ નં. 02833 - 256040 તથા ઈ-મેઈલ generalobserverdbd@gmail.com ઉપર રજૂઆત કરી શકાશે. આ ઉપરાંત કોઈ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો ખંભાળિયા વિધાનસભા માટે સાંજે 5:30 થી 6:30 દરમિયાન અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગ માટે સવારે 9:30 થી 10:30 દરમિયાન દ્વારકાના સર્કીટ હાઉસ ખાતે મળી શકાશે. રૂબરૂ મળવા માટેનો સમય અગાઉથી ટેલીફોનીક સંપર્ક કરી નક્કી કરી લેવાનો રહેશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યાની યાદીમાં જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.