ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં ગતરાત્રે એક ઈકો કારમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફાયર સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ, ખંભાળિયા શહેરથી આશરે ચાર કિલોમીટર દૂર દલવાડી હોટલ તરફથી આરટીઓ તરફ જતા માર્ગે ધરમપુર વિસ્તારમાં પસાર થતી એક ઇકો મોટરકારમાં એકાએક આગ લાગી હતી. આ બનાવ અંગે સ્થાનિક રહીશો દ્વારા અહીંના ફાયર વિભાગને તથા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને ચીફ ફાયર ઓફિસર મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ અને આગ પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.