મકરસંક્રાંતિનો ઉત્સાહ:ખંભાળિયામાં પતંગ ઉત્સવને મનાવવા અનેરો થનગનાટ; વિવિધ પ્રકારના પતંગોથી બજારોમાં ધમધમાટ

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી શનિવારે મકરસંક્રાંતિનો ઉત્સાહ ભર્યો પર્વ છે. ત્યારે આ તહેવારને લઈને ખંભાળિયા શહેરમાં ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં અનેકવિધ પ્રકારના પતંગો સાથેની દુકાનો ખુલ્લી મુકવામાં આવી છે.

મકરસંક્રાંતિના રોજ આકાશમાં પતંગોની રંગોળી પુરવા પતંગ રસીયાઓ સજ્જ થઈ રહ્યા છે. અહીંના શારદા સીનેમા રોડ, જોધપુર ગેઈટ, સ્ટેશન રોડ, સતવારા વાડ, મેઈન બજાર, સહિતના વિસ્તારોમાં પતંગોની દુકાનોમાં અનેકવિધ પ્રકારના પતંગો ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત નાની-મોટી દોરાની ફીરકીઓ સાથે વિવિધ મુખૌટા, પીપૂડા, ચશ્મા વગેરે ચીજ વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંક્રાંતિ પર્વમાં પતંગ સાથે ઊંધિયા, ચીકીની બજાર પણ ગરમ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...