તૈયારી:ખંભાળિયામાં સ્પેશિયલ ઓબ્ઝર્વરની હાજરીમાં ચૂંટણીની સમીક્ષા બેઠક મળી

ખંભાળિયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી સંબંધિત માહિતી મેળવી ઓબ્ઝર્વરે સુચનો કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં સ્પેશિયલ ઓબ્સર્વર અજય નાયક અને પોલિસ ઓબ્સર્વર દિપક મિશ્રાના અધ્યક્ષસ્થાને ચૂંટણી બાબતેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં સ્પેશિયલ ઓબ્ઝર્વર અજય નાયક અને ઓબ્ઝર્વર દિપક મિશ્રાએ જિલ્લા ચૂંટણી વિભાગ અંતર્ગત કરેલી તૈયારીઓની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ. એ. પંડ્યાએ જિલ્લામાં કેટલા ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે,પોલિંગ સ્ટેશન પરની વ્યવસ્થાઓ,વિવિધ નોડલ ઓફિસરની વિગતો,માનવ સંસાધનનું આયોજન,તાલીમ, ઇવીએમ અને વીવીપેટની અવલેબિલીટી અને સ્ટોરેજ,જાગૃતિ લક્ષી પ્રવૃત્તિઓ,મતદાન વધારવા માટે કરવામાં આવેલું આયોજન વગેરે અંગે વિગતે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...