ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા અને એક કોન્ટ્રાક્ટરને ત્યાં મજૂરી કામ કરતા 30 વર્ષના અપરિણીત યુવાનની આશરે બાર દિવસ પૂર્વે થયેલી હત્યાના પ્રકરણમાં પોલીસે સાથી કામદાર શખસને દબોચી લીધો હતો.
પોલીસે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરી હતી
આ ચકચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા અને મૂળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના લીમરવાડા ગામના મૂળ રહીશ, એવા વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભૂટીયો હીરા રાઠોડ નામના શ્રમિક યુવાન સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં મહીસાગર જિલ્લાના લીમરવાડા ગામના રહીશ અને વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ સાથે કામ કરતા રમેશ ઉર્ફે રમલો ગોરા ઠાકોર નામના શખ્સે બોથળ પદાર્થ મારી અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. પછી અન્ય સાહેદોને મારી નાખવાની ધમકી આપી હત્યાના આ બનાવમાં વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ પગથિયા પરથી લસરીને પડી જતા ઈજા થવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની સ્ટોરી ઊભી કરનાર આરોપી રમેશ ઉર્ફે રમલો ઠાકોરને ખંભાળિયા પોલીસે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.