અટકાયત:ખંભાળિયામાં ઘરફોડ ચોરીનો આરોપી પકડાયો

ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરને પકડી પાડી સ્થાનિક પોલીસના હવાલે કરાયો

ખંભાળિયા નજીકના હાઈવે પર વિજય સ્કૂલ પાછળના વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના રહેણાંક મકાનમાં તાજેતરમાં રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ જાહેર થયો હતો . આ પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ . સી . બી . પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ચોક્કસ બાતમીના આધારે જામનગરના પાણખાણ વિસ્તારમાં રહેતા અને હાલ બેડી ગામના રહીશ નવાઝ ઉર્ફે મેલી ઉમર જસરાયા નામના 23 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સની અટકાયત કરી , તેની પાસેથી મોબાઇલ તેમજ રોકડ સહિત કુલ રૂપિયા 11,500 નો મુદ્દામાલ કબજે કરી , વધુ તપાસ અર્થે તેને ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે .

અન્ય સમાચારો પણ છે...