દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ જિલ્લા છાત્ર સંમેલન "છાત્ર હુંકાર" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રની કોલેજોની માગ, મેડિકલ કોલેજ, લો કોલેજ, ડીપ્લોમા અને ડિગ્રીની કોલેજોની માગ જેવા સ્થાનિક સ્તરના પ્રશ્નો સાથે હજારો વિદ્યાર્થીઓની વચ્ચે પ્રસ્તાવ પારીત કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવશે.
જેમાં આયોજનમાં અતિથી તરીકે પરાગ બરછા, પ્રદેશ સહમંત્રી સમર્થ ભટ્ટ, જામનગર વિભાગ સંગઠન મંત્રી હર્ષવર્ધન લિંબસિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સંયોજક સંદિપ બેરા અને જિલ્લા સંગઠન મંત્રી જયદેવ જેઠવા ઉપસ્થિત રહ્યાં હતા. અને ખંભાળિયા શહેરમાં વિદ્યાર્થિઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.