દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીને દ્વારકા પંથકમાં રહેતો એક શખસ લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે.જે ફરીયાદના આધારે પોલીસે પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી અપહ્યત સગીરા અને અપહરણકારની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગ્રામ્ય પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રી (ઉ.16 વર્ષ,10 માસ)ને આરોપી મનિષ ઉર્ફે મનીયો રમેશભાઇ પરમાર નામનો શખસ લગ્ન કરવાની લાલચ આપી બદકામના ઇરાદે ઘરેથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે.
ભોગગ્રસ્તના પરીજનની ફરીયાદના આધારે પોલીસે દ્વારકા પંથકના આરોપી શખસ સામે અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે અપહરણ કાર અને અપહ્યત સગીરાની ભાળ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.