કવાયત:દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું આગમન

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીના દર્શન બાદ પ્રસ્થાન થયું’તું, જિલ્લા ભ્રમણ કર્યુ

ગુજરાતમાં સતા પરીવર્તનના ધ્યેય સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવી દર્શન કરી પરીવર્તન યાત્રાનો પ્રારંભ કર્યો હતો.જેમાં પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી સહિતના આગેવાનોએ હાજર રહી કાર્યકરો સાથે શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા.જેબાદ દ્વારકા શહેર ખાતેથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ થયો હતો.

આ તકે આપ નેતા ઇસુદાન ગઢવીએ પ્રાસંગિત ઉદબોધન કર્યુ હતુ.ત્યાર બાદ આ યાત્રા મીઠાપુર, સુરજકરાડી, મકનપુર, વરવાળા થઈ મોગલધામ પહોંચી હતી ત્યાંથી કલ્યાણપુરમા ભોગાત ગામે જનસભા યોજાઈ હતી. ત્યારબાદ લાંબા, દેવળીયા અને જામ કલ્યાણપુર થઈ નંદાણા પહોચી હતી. જ્યાં જનસભા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારે બાદ રાણ થઈ સોમવારે ખંભાળિયા ખાતે આ પરિવર્તન યાત્રા પહોંચી હતી. શહેરના ચાર રસ્તા વિસ્તારમાં ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને આપ નેતાઓ દ્વારા ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ યાત્રા શહેરના મુખ્ય વિસ્તાર નગરગેઇટ થઈ જોધપુર નાકા પાસે પહોચી હતી અને ગાંધીજીની પ્રતિમાને સૂતરનો હાર પહેરાવી કાર્યકર્તાઓ સાથે ઇસુદાન ગઢવી સહિત આપ નેતાઓએ મુલાકાત યોજી હતી.

આ પરિવર્તન યાત્રા દરમિયાન અનેક લોકો આપમાં જોડાયા હતા અને યાત્રાનું દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર સ્વાગત થયું હતું. આ પ્રદેશ નેતા ઇસુદાનભાઈ ગઢવી, વશરામ ભાઈ સાગઠિયા, ડો. જવેલબેન વસરા તેમજ જિલ્લાના તાલુકાના હોદેદારો અને કાર્યકરો ફોર અને ટુ વ્હીલમાં સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...