• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Youth From Bhimrana Was Caught Suspiciously Checking The Locks Of A Shop; Man From Patelka Of Kalyanpur Caught With Quantity Of Foreign Liquor...

દ્વારકા ક્રાઈમ ન્ચૂઝ:ભીમરાણાનો યુવાન શંકાસ્પદ હાલતમાં દૂકાનના તાળા તપાસતો ઝડપાયો; કલ્યાણપુરના પટેલકાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો...

દ્વારકા ખંભાળિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવનો શખ્સ ઓખામાંથી ધોકા સાથે ઝડપાયો
પોરબંદરના રાણાવાવના મૂળ વતની એવા કિશન અવસર સોલંકી નામના 22 વર્ષના શખ્સને ઓખા મરીન પોલીસે ચૂંટણીના સમયે ડાલ્ડા બંદર ચેકપોસ્ટ પાસેથી લાકડાના ધોકા સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1)ની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

ભીમરાણાનો યુવાન શંકાસ્પદ હાલતમાં ઝડપાયો
ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા જેઠા પરબત વારસાકીયા નામના 33 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે સુરજકરાડી ખાતે ટોકીઝના પાછળના ભાગેથી મધ્યરાત્રિના સમયે દુકાનોના તાળા તપાસતો શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ ગુનો નોંધ્યો છે.

કલ્યાણપુરના પટેલકાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો...​​​​​​​
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હેભા અરજણ ગોજીયા નામના 49 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડતા આ મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 207 બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા 71,700ની કિંમતના વિદેશી દારૂ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 72,200ના મુદ્દામાલ સાથે હેભા અરજણ ગોજીયાની અટકાયત કરી, તેની સામે પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...