વિશ્વાસઘાત:દ્વારકાની મહિલાને પતિ સાથે છુટાછેડા લેવાનું કહી લગ્નની લાલચ આપીને શખ્સે દુષકર્મ આચર્યુ

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્નનું કહીશ તો મારી નાખીશ એવી ધમકી, ખંભાળિયાના શખસ સામે ગુનો

દેવભૂમિ દ્વારકા પંથકમાં રહેતી એક યુવતિના પરીચયમાં દોઢેક વર્ષ પુર્વે આવેલા ખંભાળિયાના શખસે લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરી હવે લગ્ન કરવાનુ કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે ભોગ ગ્રસ્તના તબીબી પરીક્ષણ સાથે આરોપીને સકંજામાં લેવા કવાયત હાથ ધરી છે. આરોપીએ ભોગગ્રસ્તને તેના પતિ સાથે છુટાછેડા લઇ પોતે લગ્ન કરે તેવી લાલચ બતાવી કુકર્મ આચરી લગ્નની ના પાડી ધમકી ઉચ્ચાર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા પંથકમાં રહેતી એક યુવતિ સાથે દોઢ વર્ષ પુર્વે ખંભાળિયાનો બિપીન ચોપડા નામનો શખસ સંપર્કમાં આવ્યો હતો. જે શખસે પરિણિત યુવતિને પતિ સાથે છુટાછેડા લેવાનુ જણાવી છુટાછેડા થયે પોતે લગ્ન કરી લેશે એવી લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને અવાર નવાર કુકર્મ આચર્યુ હતુ.

ભોગગ્રસ્તે લગ્ન કરવા કહેતા આરોપી બિપીને લગ્નની ના પાડી હવે લગ્ન કરવાનુ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનો બનાવ બહાર આવ્યો છે.આ સમગ્ર બનાવની ભોગગ્રસ્તની ફરીયાદ પરથી દ્વારકા પોલીસે બીપીન કારૂભાઇ ચોપડા (રે.ખંભાળિયા) સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...