દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક હર્ષદ રોડ પર પવનચકકીનો સામાન ભરીને પસાર થતુ એક મસમોટુ ટ્રેલર રોડની સાઇડમાં ખુંચી જતા ભારે દોડધામ સાથે ચકકા જામ સર્જાયો હતો.જે બાદ ભારે જહેમતના અંતે મહાકાય વાહન બહાર કાઢયા બાદ માર્ગ પર આવા ગમન પુર્વવત થયુ હતુ.
ભાટિયા નજીક ભાટિયા-હર્ષદ રોડ પર પવનચકકી(ઉર્જા )નો ભારે સમાન લઇ જતું એક મોટું ટ્રેલર વજનદાર સમાનના કારણે ત્યાં રસ્તા નજીક ખુંચી ગયુ હતુ.જેથી ભાટીયા-પોરબંદર વચ્ચે અવર જવરના આ એકમાત્ર માર્ગ પર બંને બાજુએ અનેક વાહનો ફસાયા હતા અને માર્ગ બ્લોક થયો હતો.
આ બનાવના પગલે આજુબાજુના લોકો પણ સ્થળ પર એકત્ર થયા હતા. જે દરમિયાન ઉકત બનાવની ઉર્જા વિભાગના તંત્રને જાણ થતા તાત્કાલિક અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દોડી આવી હતી. જોકે,ભારે જહેમત બાદ જેસીબીની મદદ વડે ટ્રેલર ખસેડી લેવાયુ હતુ.જે બાદ માર્ગ પર આવા ગમન પુર્વવત થયુ હતુ.
કલ્યાણપુર પંથકના ભાટીયા-પોરબંદર વચ્ચેનો ઉપરોકત માર્ગ કેટલાક સમય સુધી બ્લાેક થતાં બન્ને સાઇડ વાહનોનો જામ પણ થોડા સમય સુધી જાેવા મળ્યો હતો, જોકે, માર્ગ પર આવાગમનને અવરાેધરૂપ રીતે ખૂંપી ગયેલા ટ્રેલરને બહાર કાઢવામાં આવતા વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ પૂર્વવંત થયો હતો. જેથી વાહન ચાલકોએ સહિત સૌ કોઇએ રાહત અનુભવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.