• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Total Of 8 Forms Were Taken Up For Assembly Elections In Dwarka; However, Not A Single Nomination Paper Was Filled During The 2 Days

ત્રિપાંખિયો જંગ જામશે:દ્વારકામાં વિધાનસભાની ચૂંટણી માટે કુલ 8 ફોર્મ ઉપડ્યા; જો કે 2 દિવસ દરમિયાન એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી

દ્વારકા ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠકો ખંભાળિયા તથા દ્વારકાની ચૂંટણી માટે અન્ય વિસ્તારોની જેમ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 કરવામાં આવી છે. ત્યારે શનિવારે ઉમેદવારીપત્રો ઉપાડવાના પ્રથમ દિવસે જિલ્લામાં કુલ 8 ઉમેદવારીપત્ર ઉપાડવામાં આવ્યા છે.

10 તા. આસપાસ ઉમેદવારોના નામ જાહેર કરાય તેવી સંભાવના
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક 81 ખંભાળિયા-ભાણવડ વિધાનસભા મત વિસ્તાર માટે શનિવારે 2 તથા 82 દ્વારકા-કલ્યાણપુર મતવિસ્તાર માટે 6 મળી, કુલ 8 દાવેદારોએ ઉમેદવારી પત્રો લીધા હતા. જો કે 2 દિવસ દરમિયાન એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠક ઉપર ત્રિપાંખિયો ચૂંટણી જંગ જામે તેવી પરિસ્થિતિ વચ્ચે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવારના નામ જાહેર કરાયા નથી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તથા દ્વારકા બેઠક માટે ભાજપ દ્વારા આગામી તા. 10 આસપાસ ઉમેદવારોના નામ જાહેર કરાય તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...