નેશનલ લોક અદાલતનું આયોજન:દ્વારકામાં એક જ દિવસમાં કુલ 2,343 કેસોમાં સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો

દ્વારકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નાલસાના એક્શન પ્લાન મુજબ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આજરોજ શનિવારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ પી.એસ. કાલાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક અદાલતમાં ફોજદારી સમાધાન પાત્ર કેસીસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138ના મુજબના ચેકના કેસ, બેંક રિકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, ઈલેક્ટ્રીસિટીને લગતા કેસ, લેબર તકરારના કેસી, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ વિગેરેના કોર્ટમાં પેન્ડીંગ તથા પ્રી-લીટીગેશન કેસો મળીને એક જ દિવસમાં કુલ 2343 કેસોમાં સમાધાન દ્વારા સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં દાવાની રકમ રૂ. 2,68,46,293 હતી.

આમ, લોક અદાલતના માધ્યમથી આ કેસમાં સમાધાન કરાવવાથી લોકોને આર્થિક અને સમયની બચત થાય છે.

અન્ય સમાચારો પણ છે...