દ્વારકામાં ડ્રગ્સ મળી આવ્યું:કલ્યાણપુર દરિયાકાંઠે પેટ્રોલિંગમાં શંકાસ્પદ વસ્તુ નજરે પડી; તપાસ કરતાં બે કિલો જેટલું ડ્રગ્સ હોવાનું માલુમ પડ્યું

દ્વારકા ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં એક પછી એક જગ્યાએ ડ્રગ્સ પકડાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે

ગુજરાતમાં એક પછી એક જગ્યાએ ડ્રગ્સ પકડાવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સ માટે કુખ્યાત દ્વારકા જિલ્લામાં ફરી એક વખત ડ્રગ્સ પકડાયું છે. દ્વારકા પોલીસ દ્વારા થોડા સમય પહેલા જ ખૂબ મોટા પ્રમાણમાં સલાયાથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી ગુનેગારોને જેલ હવાલે કર્યા હતા. ત્યારે આજે ફરી એક વખત દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠે પોલીસ પેટ્રોલિંગમાં હોય શંકાસ્પદ વસ્તુ નજરે જ પડી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ચેક કરાતા ડ્રગ્સ હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસે બે કીલો જેટલા ડ્રગ્સને હસ્તગત કર્યો
દ્વારકા સીપીઆઇ. પીઆઈ આર.બી સોલંકી તથા કલ્યાણપુર પોલીસના પીએસઆઇ ગગનીયા દ્વારા ઘટના સ્થળે પહોંચી આશરે બે કીલો જેટલા ડ્રગ્સને હસ્તગત કર્યો હતો. ત્યારબાદ તપાસ માટે એસઓજી, પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ ટીમ બનાવી અલગ-અલગ દિશામાં શોધખોળ આરંભી હતી. કલ્યાણપુર પોલીસના પીએસઆઇ ગગનિયા ખુદ ફરિયાદી બની આ બિનવારસી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો છે? કોણ લઈ આવ્યું છે? અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? તેની શોધખોળ હાથ ધરી છે તથા આ કઇ પ્રકારનો ડ્રગ્સ છે તેની તપાસ હાથ ધરાઇ છે.

જીલ્લામાં ક્રિમિનલ પ્રવૃતિ ચલાવી લેવામાં નહી આવે: એસ.પી
દ્વારકાનો દરિયો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. જેના હિસાબે દરીયાઇ પટ્ટી પર ખાસ પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ પેટ્રોલિંગ ઓન ધ ક્લોક કાર્યરત રહે છે. જેના હિસાબે જ કદાચ ડ્રગસ માફિયાઓને ગંધ આવી જતા આ ઝડપાયેલ બે કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો દરીયા કીનારે બીન વારસી મૂકી તેઓ પલાયન થઈ ગયા છે. પણ પોલીસની અલગ અલગ ટુકડીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દરિયાઈ પટ્ટીમાં વધુ ગાઢ પેટ્રોલિંગ વ્યવસ્થા કરવામાં આવશે. આ ડ્રગ્સના મૂળ સુધી પહોંચી આરોપીઓને દબોચી લેવામાં આવશે. દ્વારકા જીલ્લામાં ક્રિમિનલ પ્રવૃતિ ચલાવી લેવામાં નહી આવે.

અન્ય સમાચારો પણ છે...