અકસ્માતે યુવાનનું કરુણ મોત:ખંભાળિયામાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે લીધી, ગંભીર ઈજાઓના કારણે બાઈક સવારનું મોત નિપજ્યું

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે રહેતા કમલેશભાઈ જેઠવા નામના યુવાન ગત સાંજે આશરે 7:30 વાગ્યે પોતાના મોટરસાયકલ નંબર જી.જે. 10 એ.એન. 6296 પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા કારના ચાલકે કમલેશભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેઓ બાઈક સાથે રોડની એક તરફ ફંગોળાઈ ગયા હતા.

આ જીવલેણ અકસ્માતમાં કમલેશભાઈને છાતીના ભાગે તથા પાસળીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ અંગે ઇમરજન્સી 108 તથા પોલીસ સ્ટાફને જાણ કરતા આ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ બનાવ અંગે મૃતકના પત્ની ઇન્દુબેન કમલેશભાઈ જેઠવાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304(એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. એ.બી. ગોઢાણિયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...