મહિલા સુરક્ષા દિવસની ઉજવણી:ખંભાળિયામાં નારી વંદના ઉત્સવ અર્તગત મેન્ટલ હેલ્થ ડીફેન્સ માટેનો પ્રોજેક્ટ સક્ષમ લોન્ચ કરાયો

દ્વારકા ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રત્યેક જિલ્લામાં તા.01/08/22થી તા.07/08/22 દરમ્યાન નારી વંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત દ્વારકા જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જે અંતર્ગત આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળિયા એસપી કચેરીથી શી ટીમ તથા મહીલા પોલીસ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. કલેક્ટર એમ.એ. પંડ્યાએ લીલી ઝંડી બતાવી બાઇક રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીનુ સમાપન આહીર કન્યા છાત્રાલય ખાતે થયુ હતુ. એસપી નિતેશ પાંડેય દ્વારા મેન્ટલ હેલ્થ ડીફેન્સ માટેનો પ્રોજેક્ટ સક્ષમ લોન્ચ કર્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી ચંદ્રેશ ભાંભી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પ્રફુલ જાદવ, એપીપી અલ્પેશ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાત પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ, 181 અભયમ ટીમ કાર્યરત છે. મહિલાઓની સુરક્ષાની વાત કરીએ ત્યારે સેલ્ફ ડિફેન્સ ખૂબ જ જરૂરી છે. માત્ર શારીરિક સ્વરક્ષણ જ નહીં પણ માનસિક રીતે પણ સ્વરક્ષણ જરૂરી છે.- નિતેશ પાંડેય, એસપી, દ્વારકા.

અન્ય સમાચારો પણ છે...