ઉમેદવારી ફોર્મ ઉપાડવાનો દબદબો:ખંભાળિયા વિધાનસભાની બેઠક માટે એક ઉમેદવારીપત્ર રજૂ થયું; બંને બેઠક માટે કુલ 35 ફોર્મ ઉપડ્યા

દ્વારકા ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં ખંભાળિયા અને દ્વારકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર માટે આર.એન. રાજ્યગુરુના નામનું એક ઉમેદવારીપત્ર રજૂ થયું હતું. જે આ ચુંટણીમાં પ્રથમ ફોર્મ રહ્યું છે. દ્વારકા વિધાનસભા બેઠક પર એકપણ ઉમેદવારીપત્ર રજુ થયું નથી.​​​​​​​​​​​​​​
એક ઉમેદવારીપત્ર રજૂ થયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં ખંભાળિયા અને દ્વારકાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ગુરુવારે ખંભાળિયા વિધાનસભા મત વિસ્તાર માટે આર.એન. રાજ્યગુરુના નામનું એક ઉમેદવારીપત્ર રજૂ થયું હતું. જે આ ચુંટણીમાં પ્રથમ ફોર્મ રહ્યું છે.​​​​​​​
દ્વારકામાં એકપણ ઉમેદવારીપત્ર રજૂ ન થયું
આજે 81 - ખંભાળિયા મત વિસ્તાર માટે 16 ફોર્મ અને 82-દ્વારકા વિધાનસભા વિસ્તાર માટે 19 ફોર્મ ઉપડ્યા છે. દ્વારકા વિધાનસભા બેઠક પર એકપણ ઉમેદવારીપત્ર રજૂ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...