દેવભૂમિ પંથકમાં શ્રાવણ માસના આગમન સાથે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. શ્રધ્ધાળુઓ દ્વારા હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તિથી શિવાલયમાં વાતાવરણ શિવમય જોવા મળે છે.દ્વારકા જિલ્લામાં અનેક પવિત્ર સ્થળો આવેલા છે.દરેક સ્થળે મંદિરોમાં કંઈક અલગમહાત્મ્ય રહ્યું હોય છે.
ખંભાળીયા પંથકના ચારણતુંગી ગામ નજીક ફુલજર ડેમની બાજુમાં ડુંગર પર તુંગેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે.રમણીય અને ધાર્મિક સ્થળ પર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. દરેક શિવાલયોમાં મુખ્ય ભાગે શિવલિંગ મધ્યમાં આવેલી હોય છે. પરંતુ આ મંદિરમાં શિવલિંગ મંદિરમાં જમણી તરફ આવેલી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ મંદિરમાં રહેલ શિવલિંગ દર વર્ષે જમણી બાજુ પર હલન ચલન કરે છે.દર વર્ષે જન્માષ્ટમી પર લોકમેળો ભરાય છે.
તુંગેશ્વર મહાદેવ મંદિરમાં આજુબાજુના 8થી 10 ગામોની અપાર શ્રદ્ધા રહેલી છે. કોરોનાને કારણે બે વર્ષ જન્માષ્ટમીનો મેળો તકેદારીના પગલે બંધ રાખવામાં આવ્યો હતો પરંતુ આ વખતે જન્માષ્ટમીના દિવસે શિવ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવશે અને દર શ્રાવણ માસમાં કુદરતી વાતાવરણમાં રમણીય સ્થળ પર મોટી સંખ્યામાં લોકો શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે અહીથી આહિર સિંહણ ,મહાદેવીયા થઈ ચારણ તુંગી મહાદેવના મંદિરે જવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.