માણાવદરના મરમઠ ગામે બીજી એપ્રિલે મેગા રક્તદાન કેમ્પ...
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના મરમઠ ગામે જાણીતા સેવાભાવી ભીખુભાઈ ભાટુ ઉર્ફે ભીખુ રાણાની બીજી પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તારીખ બીજી એપ્રિલના રોજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે મરમઠ ગામે આવેલા વાછરા દાદાના મંદિરે સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી યોજવામાં આવી છે. આ રક્તદાન કેમ્પમાં સેવાની જ્યોત જલાવવા ભીખુભાઈ ભાટુ ગ્રુપ તથા સમસ્ત મરમઠ ગામ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
મચ્છરોના ઉપદ્રવ સામે પાલિકા તંત્ર દ્વારા સઘન કાર્યવાહી...
ખંભાળિયા શહેરમાં હાલ ઉનાળાની ઋતુમાં મચ્છર તથા અન્ય જીવજંતુઓનો વ્યાપક ઉપદ્રવ અનુભવાય રહ્યો છે. ત્યારે નગરપાલિકાના સેનિટેશન સ્ટાફ દ્વારા શહેરના જૂદા-જૂદા વિસ્તારોમાં નિયમિત તેમજ ખાસ પ્રકારની સફાઈ કામગીરી કરી અને કચરાના ઢગલા વગેરે સાફ કરી, ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરમાં જૂદા-જૂદા સ્થળોએ ફોગિંગ મશીનનો ઉપયોગ કરી અને નગરજનોને મચ્છર તેમજ જીવાતથી મુક્તિ મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નવા પાંચ મશીનની ખરીદી કરવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે પૂર્ણ થયે શહેરના દરેક વોર્ડમાં અલગ અલગ ફોગિંગ મશીન મારફતે મચ્છરો દૂર કરવાની કામગીરી થઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.