ઈલેક્શન:દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયામાં મીડિયા ફેસિલીટેશન સેન્ટર કાર્યરત કરાયું

ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા બેઠક માટે આગામી તા.1લી ડીસે.ના મતદાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન મીડિયા ફેસિલીટેશન સેન્ટરનું કલેકટર દ્વારા ઉદઘાટન કરાયું હતુ.વિધાનસભાની સામાન્ય ચુંટણીની ભારતના ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર જિલ્લા સેવા સદન મીડિયા ફેસિલીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ. એ. પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યાએ જણાવ્યું કે, વિધાનસભાની સામાન્ય ચુંટણી - 2022ની જાહેરાત ભારતના ચુંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.ત્યારે પત્રકારોને ચૂંટણીલક્ષી માહિતી એક જ સ્થળ પરથી મળી રહે તે માટે આ મીડિયા ફેસીલીટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.આ તકે અધિક નિવાસી કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પત્રકાર મિત્રો આ ઉદઘાટન પ્રસંગમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...