ખંભાળિયામાં આવેલી સી.આર.સી. હરીપુર તાલુકા શાળા ખાતે તાજેતરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન તેમજ ધોરણ 1થી 5માં વાર્તા કથન સ્પર્ધા સાથે ધોરણ 6થી 8માં વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણિત, વિજ્ઞાન પ્રદર્શનમાં નવી વાડી પ્રાથમિક શાળા તેમજ હરીપુર તાલુકા શાળાની કૃતિ વિભાગવાર પ્રથમ ક્રમાંક પર આવી હતી. ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં 14 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વાર્તા સ્પર્ધા તેમજ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સી.આર.સી. ભીમશીભાઈ ગોજીયાએ કર્યું હતું. આ સાથે પેટા શાળાના શિક્ષકો દર્શનભાઈ બુઘ્ઘભટ્ટી, શત્રુઘ્નભાઈ ગોજીયા, ચિરાગભાઈ સુદાણી, જયેશભાઈ રાજ્યગુરુ, નારણભાઈ કરંગીયા, ચિરાગભાઈ વ્યાસ, જયદીપભાઈ ઘેટીયા, સંજયભાઈ નકુમએ માર્ગદર્શન આપ્યું હતું. હરીપુર તાલુકા શાળાના આચાર્ય છગનભાઈ પરમાર અને સમગ્ર સ્ટાફએ જરૂરી સહકાર આપી, બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. દરેક બાળક આવી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લ્યે તેમ જણાવી, અને ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સી.આર.સી. ભીમશીભાઈ ગોજીયા તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.