ખંભાળિયા પંથકના છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે. ત્યારે ગઈકાલથી ઠંડીની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે. હાડ થીજવતી ઠંડી લોકો અનુભવી રહ્યાં છે.
ઠંડીના કારણે રાત્રે બજારો વહેલી બંધ થઈ
ગતરાત્રે તથા આજે વહેલી સવારે ઠંડા ફૂંકાતા પવન વચ્ચે અસહ્ય ઠંડી અનુભવાઈ રહી છે. આજે સવારે તાપમાનનો પારો ગગડીને દસ ડિગ્રી સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બર્ફીલા પવનથી ઠંડી વધુ તીવ્ર બની છે. કડકડતી ઠંડીના કારણે રાત્રે બજારો વહેલી બંધ થઈ જવા પામી હતી. સવારે બજારો મોડી ખુલતા કુદરતી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. મોસમની સૌથી વધુ ઠંડીની આ પરિસ્થિતિમાં ખાસ કરીને બાળકો, વૃદ્ધો સાથે પશુ-પક્ષીઓ ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.