દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ચાઇનીઝ દોરાનુ વેચાણ કરતા વધુ એકને દબોચી લીઘો હતો.પોલીસે પોણા આઠ હજારની કીંમતના દોરાના ફિરકા પણ કબજે કર્યા હતા.દેવભૂમિ દ્વારકામાં પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના વેચાણ સામે અવિરત ઘોંસ બોલાવતા અત્યાર સુધીમાં આ મામલે ચારેક ફોજદારી નોંધાઇ ચુકી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય દ્વારા સૂચના કરાતા તેના અનુસંધાને સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના ઇન્ચાર્જ પીઆઇ પી. સી. સિંગરખીયાની રાહબારી તથા નેતૃત્વ પોલીસ ટુકડી મીઠાપુર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી.
જે દરમિયાન એસઓજી ટીમે પુર્વ બાતમીના આધારે દરોડો પાડી આરોપી નજીર અડ્રેમાન થૈયમને કુલ - 39 ચાઈનીઝ દોરીના ફિરકાઓ જેની કી.રૂ.7800ના મુદ્દામાલ સાથે પોલીસે રંગેહાથ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.જેને વધુ તપાસ અર્થે મિઠાપુર પોલીસને સોંપી આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.