દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ના ભાટિયા ગામના પાદર એટલે કે ગામના એન્ટ્રી પોઇન્ટ પર પ્રખ્યાત કેસરિયા તળાવ આવેલુ છે.યોગ્ય ભુપુષ્ટ નું સ્થાન અને આજુબાજુ ના નૈસર્ગીક વાતાવરણ ના લીધે આ સમગ્ર વિસ્તાર માં કેસરિયા તળાવ ખૂબ જ પ્રખ્યાત છે.ભાટિયા ના સોંન્દર્ય માં સહુથી વિશેષ મહત્વ કેસરિયા તળાવ નું છે તેનો ઇતિહાસ જોવામાં આવે તો લગભગ 200 વર્ષ થી અસ્તિત્વ ધરાવે છે. છેલ્લા દાયકાઓથી પશુ પક્ષીઓ અને આ વિસ્તારના માનવીઓ ની પ્યાસ પણ બુઝાવી રહ્યું છે.પરંતુ છેલ્લા દોઢ દાયકા થી કેસરિયા ના સૌંદર્ય માં કલંક લાગી રહ્યું છે.
ભાટિયામાં આવેલી અનેક નાની મોટી હોટલો, જુદા જુદા ધંધાઓના વેસ્ટ, ગટરના ગંદા પાણી પણ તળાવમાં ઠલવાતા ગંદકીનું સામ્રાજ્ય છવાયુ હોવાનું જોવા મળી રહ્યું છે જેને લીધે હાલ કેસરિયા તળાવનું પાણી અતિ દૂષિતઅવસ્થામાં જોવા મળે છે.એટલું જ નહીં વરસાદી પુર નીકળ્યું હોવા છતાં પાણી પર લીલી ગંદકી ની ચાદરછવાઈ ગઈ છે. તળાવની આસપાસ રોજ અનેક જાતનો કચરો વિના સંકોચ ઠાલવવામાં આવે છે.આસપાસ ના લારી ગલ્લા વગેરે સહિતના વેસ્ટ પ્રવાહી કોઈ જ જાતના ડર વગર તળાવમાં ઠાલવવામાં આવે છે.જો કે આ મુદ્દે અવારનવાર અનેક રાવ ફરિયાદો બાદ પણ કોઈ નક્કર પગલા લેવાતા ન હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
જ્યારે તળાવના આસપાસના વિસ્તારમાં કથિત રીતે નાના મોટા અનઅધિકૃત દબાણો પણ ખડકી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. આવા કહેવાતા અનઅધિકૃત દબાણોના ચોમેર ખડકલા મામલે તંત્ર પણ ચૂપકીદી સેવી રહયુ હોવાનો આક્ષેપ અમુકલોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.