અનોખી પહેલ:પુત્રના લગ્નમાં એકત્રિત ઘોરના રૂા.57,777નું શિક્ષણ માટે અનુદાન

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણના પરિવાર દ્વારા સમાજમાં શિક્ષણના ઉત્થાન માટે અનોખી પહેલ
  • સોનલમાં ટ્રસ્ટ દ્વારા હિરલમાંની ઉપસ્થિતિમાં દાતાને સન્માનિત કરાયા

કલ્યાણપુર તાલુકાના રાણ ગામના રાણાભાઈ વાલાભાઇ મોવરએ તેમના દીકરાના લગ્નમાં એકત્રિત થયેલી ઘોરની રૂ.57777 જેટલી તમામ રકમ શિક્ષણ કાર્ય માટે અનુદાન કરી અનોખી પહેલ શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકાના રાણ ગામે થોડા સમય અગાઉ રાણાભાઈ વાલાભાઇ મોવર પરિવારના તેમના પુત્ર સામતભાઈના લગ્નપ્રસંગ યોજાયો હતો.

તે દરમ્યાન રાત્રે ચારણી રમત કાર્યક્રમ વેળાએ 57777 રૂપિયા જેવી ઘોરની રકમ એકત્રિત થઈ હતી.જે તમામ રકમ મહેશ મોવર અને તેમના પિતા રાણાભાઈ મોવર દ્વારા ચારણ-ગઢવી સમાજમાં શિક્ષણના ઉત્થાન માટે અનુદાન કરવાનો નિર્ણય કરીને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનોખી પહેલ કરતા ચારણ-ગઢવી સમાજ અગ્રણીઓ દ્વારા તેઓને આ પહેલને બિરદાવવામાં આવી હતી.

ઉમદા કાર્ય બદલ શ્રીસોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સોનલ ધામ ખાતે કાર્યક્રમ યોજી રાણાભાઈ મોવરને સન્માનિત કર્યા હતા. આ તકે આઇ હિરલ માતાજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.જે વેળા રાણાભાઈ મોવર દ્વારા ચારણ-કુમાર છાત્રાલયને રૂપિયા અપર્ણ કર્યા હતા. આ તકે આઈ હિરલમાં દ્વારા આર્શીવચન કરીને સમાજની આ નવી પહેલ બદલ મોવર પરિવારને બિરદાવ્યો હતો.સોનલમાં એજ્યુ. ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો.સામાન્ય પરિવાર દ્વારા શિક્ષણ કાર્ય માટે અનોખી પહેલને ચારણ-ગઢવી સમાજે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...