• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Grand Program Of Srinathji's Tableau In Khambhaliya Was Completed; An Introduction Fair Was Held For Young Men And Women Of Raghuvanshi Caste

દ્વારકા અપડેટ ન્યૂઝ:ખંભાળિયામાં શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન; રઘુવંશી જ્ઞાતિના યુવક-યુવતીઓનો પરિચય મેળો યોજાયો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રઘુવંશી જ્ઞાતિના યુવક-યુવતીઓનો પરિચય મેળો
ખંભાળિયામાં જુની લોહાણા મહાજન વાડી (ખડપીઠ) ખાતે આજરોજ રઘુવંશી જ્ઞાતિના લગ્નોત્સુક યુવક તથા યુવતીઓનો પરિચય મેળો યોજાયો હતો.
અહીંની રઘુવંશી સેવા સંસ્થા રઘુવંશી જીવનસાથી પરિચય ગ્રુપના ઉપક્રમે યોજવામાં આવેલા આ પરિચય મેળામાં જુદા-જુદા વિસ્તારોમાંથી યુવક, કન્યા તથા તેમના વાલીઓ અત્રે આવ્યા હતા. આ પ્રસંગે લોહાણા જ્ઞાતિની માતૃ સંસ્થા લોહાણા મહાજન ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાતભરના જ્ઞાતિ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન પરિસ્થિતિમાં આ પ્રકારના પરિચય મેળાઓની અનિવાર્યતા સહિતની બાબતે પ્રેરક ઉદબોધન કર્યું હતું અને પરિચય મેળાની યુવક-યુવતીઓની માહિતી પુસ્તિકાનું જાહેર વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સુંદર અને સફળ આયોજન માટે અહીંના જ્ઞાતિ અગ્રણી નાનુભાઈ દાવડા, ધીરેનભાઈ બદિયાણી, દિલીપભાઈ વિઠલાણી, હસુભાઈ દતાણી, અશ્વિનભાઈ છગ, પરેશભાઈ સામાણી, પ્રફુલભાઈ દાસાણી, મહેન્દ્રભાઈ કુંડલીયા તથા તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. સાથે સંચાલક તરીકે દિલીપભાઈ વિઠલાણી, કોર્પોરેટર મહેશભાઈ રાડીયા અને મહાજન કમિટીના નિશિલભાઈ કાનાણી રહ્યા હતા. આ સમગ્ર આયોજન ઉપસ્થિતો-જ્ઞાતિજનોમાં ભારે આવકારદાયક બની રહ્યું હતું

શ્રીનાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન
ખંભાળિયામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા લાડવા ગ્રુપ દ્વારા ગઈકાલે શનિવારે રાત્રે અહીંના પોલીસ સ્ટેશનની સામેના ભાગે આવેલા લોહાણા બોર્ડિંગ, બરછા હોલ ખાતે શ્રીનાથજીની ઝાંખીનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીંની ધાર્મિક સંસ્થા ગાયત્રી ગરબા મંડળના કલાકારો, કાર્યકરો સાથેના આ ધાર્મિક આયોજનમાં શ્રીનાથજીની ઝાંખી દર્શાવતા વિવિધ ગીત, ધૂનને લોકોએ મન ભરીને માણ્યા હતા. ગૌસેવાના લાભાર્થે યોજવામાં આવેલા શ્રીનાથજીની ઝાંખીના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ છુટ્ટા હાથે પૈસાનું અનુદાન આપ્યું હતું. આ સુંદર સેવા કાર્યક્રમ ભારે આવકારદાયક બની રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...