કેનેડામાં બેમાળ પરથી પટકાયેલી સાત વર્ષીય બાળકીના મગજનાં બે ઓપરેશન થયા બાદ દિકરી સ્વસ્થ થઈ જતાં પરિવાર દ્રારકા માનતા પુરી કરવા આવ્યો હતો.ભગવાન દ્વારકાધીશજીમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા પરીવારે પુત્રી સ્વસ્થ થતા 52 કિ.મિ. પગપાળા ચાલી દર્શનની માનતા રાખી હતી જે આસ્થાળુ પરીવારે હેમખેમ પુર્ણ કરી છે.
મુળ સુરતનાં અને હાલ કેનેડામાં સ્થાયી કેવિનભાઈની પુત્રી જેસલીન દોઢ વર્ષ પુર્વે બીજા માળેથી નીચે પટકાઇ પડતા ગંભીર ઇજાઓ પહોચી હતી.જેને તાત્કાલિક હોસ્પીટલાઇઝડ કરાતા નવ નવ કલાકના બે મેજર ઓપરેશન કરવા પડયા હતા.
આ આખી ઘટના વિશે કેવીનભાઇએ જણાવ્યુ હતુ કે, મગજના ઓપરેશન હોવાથી આખો પરિવાર દીકરીની ચિંતામાં ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.ત્યારે અમોને ભગવાન દ્વારકાધીશજી યાદ આવ્યા હતા,અમોએ સાડા ચાર વર્ષ પુર્વે 52 ગજાની ધજાનુ આરોહણ કર્યુ હતુ. એટલે મે માનતા કરી કે દિકસી સાજી થઇ જાય તો હુ 52 કિલોમીટર પગપાળા ચાલી ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરવા જાંઉ! થોડા જ દિવસોમાં દીકરી જેસલીન પહેલા હતી તેવી જ તંદુરસ્ત થઈ જતા અમો 52 કિલોમીટર પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છીએ.
ખૂબીની વાત એ છે કે 52 કિ મી. પદયાત્રામાં સાત વર્ષીય જેસલીન પણ પગપાળા ચાલીને આવી છે. આ માસુમ સાત વર્ષીય પુત્રી સાથે પરીવાર 52 કિ.મિ.પગપાળા ચાલી દ્રારકા આવ્યા ત્યારે દિકરી જેસલીન અને તેના પરિવારની આંખોમાં દ્રાલકાધીશ ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા છલોછલ દેખાઈ રહી હતી.
અમે થાક ખાતા ત્યારે જેસલીન બેસતી નહીં-પિતા
ખુબીની વાત એ હતી કે કેવિનભાઈ અને તેમના પત્નિ 52 કિ.મી. ચાલ્યા ત્યારે તેની દિકરી જેસલીન પણ રમતી કુદતી વગર રોકાણે 52 કિ.મી. પગપાળા ચાલી હતી.અમે જ્યારે થાક ખાતા ત્યારે જેસલીન બેસતી ન હતી.ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ એમ કેવિન ભાઈ જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.