રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે દ્વારકા જિલ્લાની 2 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.
દ્વારકા જિલ્લાની બે બેઠક પૈકી દ્વારકા બેઠકમાં ભાજપ તરફથી ઉમેદવાર સતત સાત ટર્મથી જીતતા પબુભા માણેક છે. કોંગ્રેસનો ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા જ્યારે આમ આદમી પાર્ટીએ નકુમ લખમણભાઈને મેદાને ઉતાર્યા છે. આ ઉપરાંત ખંભાળિયામાં કોંગ્રેસે સિટિંગ એમએલએ વિક્રમ માડમને ફરી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના દાવેદાર ઈસુદાન ગઢવીને અહિંથી મેદાનમાં ઉતાર્યા છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી દ્વારકા જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.