• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Crime Has Been Registered Against A Foreigner Who Was Shooting Through A Drone Despite The Ban In The Dwarkadhish Temple Area

જાહેરનામાનો ભંગ:દ્વારકાધીશ મંદિર વિસ્તારમાં પ્રતિબંધ છતાં ડ્રોન મારફતે શૂટિંગ કરતા પરપ્રાંતીય શખ્સ સામે ગુનો નોંધાયો

દ્વારકા ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વવિખ્યાત દ્વારકાધીશ મંદિર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં ડ્રોન મારફતે શૂટિંગ થયું હોવાની બાબત પોલીસ તંત્રને આવતા આ બાબતે અંગે પોલીસે સઘન કાર્યવાહી કરી હતી.

આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ જિલ્લાના બીમુનીપટ્ટનમ તાલુકાના રહીશ અને વીડિયો શુટીંગ તથા યુટ્યુબર તરીકેનો વ્યવસાય કરતા સુધીરબાબુ બુચીબાબુ સાનાપાલા નામના 38 વર્ષના શખ્સ દ્વારા બુધવારે દ્વારકાધીશ મંદિર તથા નજીકના ગોમતીઘાટ વિસ્તારમાં ડ્રોન મારફતે શૂટિંગ કરતા હતા. આ અંગે દ્વારકા પોલીસે ઉપરોક્ત શખ્સ સામે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...