સુવિધા:ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં કલબ ફૂટ ક્લિનિક કાર્યરત કરાયું

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અનુષ્કા ફાઉન્ડેશનનો સંકલ્પ
  • જન્મજાત વાંકાચુકા પગવાળા બાળકોએ વધુમાં વધુ કિલનિકનો ઉપયોગ કરવા અપીલ

તાજા જન્મેલા બાળકોમાં ઘણી વખત ખોડખાપણ વાળા બાળકો પણ જોવા મળે છે જેમાં બાળકોમાં વાંકાચુકા પગવાળા બાળકો જન્મે છે.આવા બાળકોની સારવાર માટે ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત અનુષ્કા ફાઉન્ડેશનના સંકલ્પથી તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કક્ષાની જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે ક્લબ ફુટ ક્લિનિક કાર્યરત કરવામાં આવ્યુ છે.

આ ક્લબ ફુટ ક્લિનિકમાં નવજાત શિશુ થી 18 વર્ષ સુધીના જન્મજાત વાંકાચુકા પગવાળા બાળકો ને બુટ+બાર=બ્રેસ નિશુલ્ક આપી સારવાર કરવામાં આવે છે આ ક્લિનિકમાં અઠવાડિયાના દર બુધવારે સવારે 10 થી 12 વાગ્યે બાળકોનું પરીક્ષણ ઉપચાર અને સારવાર આપવામાં આવે છે.ડો. વિરલ એસ. કાલરીયા (ઓર્થોપેડિક સર્જન) દ્વારા બાળકોનું નિદાન કરવામાં આવે છે તેમજ (ડી.ઈ.આઈ.સી.) વિભાગના મેનેજર સેનાજબેન તથા તેમની ટીમ દ્વારા કસરત કરાવવામાં આવે છે.

અનુષ્કા ફાઉન્ડેશન દ્વારા આ બાળકોને બુટ+બાર=બ્રેસ નિશુલ્ક આપવામાં આવે છે પ્રોગ્રામ મેનેજર ભાવિન મકવાણા અને દ્વારકા જિલ્લાના પ્રોગ્રામ એજ્યુકેટીવ જયસુખ કછટિયા દ્વારા આર.બી.એસ.કે. ટીમને સાથે રાખીને બાળકોના વાલીને ક્લિનિક પર ક્લબ ફુટ વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે.આ યોજનામાં દેવભૂમિ દ્વારકાના જન્મજાત વાંકાચુકા પગવાળા બાળકોને વધુમાં વધુ લાભ લઈ બાળકોને આ ખામી માંથી મહદઅંશે ફાયદો થાય તે રીતે આ ક્લિનિક નો ઉપયોગ કરવા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...