મતદાન મારો અધિકાર:ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં 978 પોલીસ સ્ટાફે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

દ્વારકા ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની મતદાનની તારીખો નજીક આવી રહી છે.જેમાં વિવિધ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. ત્યારે આજે ચૂંટણી દરમિયાન ફરજ પર રોકાયેલા પોલીસ સ્ટાફ પણ મતદાન કરવાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી પોલીસ સ્ટાફ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં 81-ખંભાળિયાના 978 પોલીસ કર્મચારીઓએ મતદાન કરી લોકશાહીના આ વિશેષ પર્વમાં સહભાગી બન્યાં હતા.

પોલીસ સ્ટાફે મતદાન કર્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ તબક્કા અંતર્ગત 1 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.જેમાં આજરોજ પોલીસ સ્ટાફ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. 81-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવતા 978 પોલીસ સ્ટાફ દ્વારા મતદાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...