• Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • 700 Students Participated In A Very Successful Demonstration In Mithapur; Children Gave A Message About Environment And Tree Conservation

વર્કિંગ અને નોન વર્કિંગ મોડલ પ્રદર્શિત:મીઠાપુરમાં બહુ પરિણામીય પ્રદર્શનમાં 700 વિધાર્થીએ ભાગ લીધો; બાળકોએ પર્યાવરણ અને વૃક્ષ જતનનો સંદેશ આપ્યો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મીઠાપુરના ટાટા કેમ ડીએવી પબ્લિક સ્કૂલ દ્વારા ત્રીજું વાર્ષિક બહુ પરિણામીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 17 વિષયો પર 700 વિદ્યાર્થીઓ દ્વારા 360 જેટલા વર્કિંગ અને નોન વર્કિંગ મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

ધો.2 ના બાળકોએ પણ મોડેલ રજૂ કર્યા
બહુ પરિણામીય પ્રદર્શનમાં અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી, નૈતિક શિક્ષણ, સ્કાઉટ, શારીરિક શિક્ષણ, સંગીત અને કલા, ક્રાફ્ટ કોમર્સ, ઇકો ક્લબ, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ સહિતના 17 વિષયના વર્કિંગ અને નોન વર્કિંગ મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પ્રદર્શન બાલમંદિરથી ધો.2 ના બાળકોએ પણ મોડેલ રજૂ કરી પર્યાવરણ અને વૃક્ષ જતનનો સંદેશો આપ્યો હતો. પ્રદર્શનમાં 700 વિદ્યાર્થી દ્વારા 360 જેટલા મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગણિતના થ્રીડી પોસ્ટર, થ્રીડી પ્રિન્ટ રોબોટ, સંસ્કૃતમાં સરસ્વતી વંદના સહિતના મોડેલ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતા. પ્રદર્શનનું ઉદ્ઘાટન એમ. કામથ અને રજનીકામથ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં ડોક્ટર સંજીવ ભટનાગર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...