મતદારોનો વધારો:દેવભૂમિમાં 5,95,257 મતદારો નોંધાયા: 68,448 મતદારો વધ્યા

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30થી 39 વયજૂથમાં સૌથી વધુ દોઢ લાખ મતદારો નોંધાયા
  • ખંભાળીયા બેઠક પર 9036, દ્વારકા બેઠક પર 8471 યુવા મતદારો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જે મુજબ જિલ્લામાં 5,95,257 મતદારો નોંધાયા છે. જયારે કુલ 68,448 મતદારોનો વધારો થયો છે. દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે મુજબ જિલ્લામાં કુલ 5,95,257 મતદારો નોંધાયા છે. 2017ની ચૂંટણીમાં 81-ખંભાળીયા વિધાનસભા બેઠક પર 1,37,278 પુરૂષો અને 1,27,396 સ્ત્રીઓ તથા 5 અન્ય મતદારો મળી કુલ 2,64,679 મતદારો નોંધાયા હતા.

જ્યારે 82-દ્વારકા વિધાનસભા બેઠક પર 1,36,751 પુરૂષો અને 1,25,374 સ્ત્રીઓ તથા 5 અન્ય મળી 2,62,130 મતદારો નોંધાયા હતા. આમ 2017માં જિલ્લામાં 2,74,029 પુરૂષો અને 2,52,770 સ્ત્રીઓ તથા 10 અન્ય મળી કુલ 5,26,809 મતદારો નોંધાયા હતા. તેની સામે આખરી મતદાર યાદી મુજબ 81-ખંભાળીયા વિધાનસભા બેઠક પર 1,54,566 પુરૂષ અને 1,48,029 સ્ત્રી તથા 8 અન્ય મતદાર મળી 3,02,603 નોંધાયા છે.

આમ 2017ની સરખામણીએ 81-ખંભાળીયા વિધાનસભા બેઠકમાં 17,288 પુરૂષ અને 20,633 સ્ત્રી તથા 3 અન્ય મળી 37,924 મતદારોનો વધારો થયો છે. જ્યારે 82- દ્વારકા બેઠક પર 1,51,292 પુરૂષો અને 1,41,355 સ્ત્રીઓ તથા 7 અન્ય મળી 2,92,654 મતદારો નોંધાયા છે. આમ પુરૂષોમાં 14,541 અને સ્ત્રીઓમાં 15,981 તથા અન્યમાં 2 મળી કુલ મતદારમાં 30,524નો વધારો થયો છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો 31,829 પુરૂષ અને 36,614 સ્ત્રીઓ તથા 5 અન્ય મતદારોનો વધારો મળી કુલ મતદારોમાં 68,448 મતદારોનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...