પશ્ચિમ રેલવે સ્કાઉટ ગાઈડ ફેલોશીપ (WRSGF) દ્વારા 3જી ભારતીય રેલવે સ્કાઉટ ગાઈડ ફેલોશીપ (IRSGF) સભા 2022નું આયોજન તાજેતરમાં 10મી અને 11મી ડિસેમ્બર, 2022ના રોજ દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું. ઇવેન્ટની થીમ "અન્વેષણ અને શીખો" (Explore and Learn) હતી. જેમાં વિવિધ ઝોનલ રેલવે અને નાગરિક રાજ્યોના ફેલોશિપ સભ્યોએ ભાગ લીધો હતો.
"વિશ્વ એટાસ દિવસ"ની ઉજવણી કરવામાં આવી
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વેસ્ટર્ન રેલવે સ્કાઉટ ગાઇડ ફેલોશિપ (WRSGF)ના વાઇસ પ્રેસિડેન્ટ અને રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) રાજકુમાર એસ. દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંસ્કૃતિક આદાનપ્રદાન, રાષ્ટ્રીય એકીકરણ, સંશોધન, અહેવાલ પ્રસ્તુતિ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 10મી ડિસેમ્બરના રોજ તમામ સભ્યો દ્વારા "વિશ્વ એટાસ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. ATASનો અર્થ થાય છે એસોસિયેશન ઓફ ટોપ અચીવર્સ ઓફ સ્કાઉટ્સ.
ISGFના સેક્રેટરી જનરલ સીમા રાઠીએ હાજરી આપી
આ ઇવેન્ટ દરમિયાન બે નવા ગિલ્ડની પણ રચના કરવામાં આવી હતી. જેનું નામ અનુક્રમે મૈત્રી ગિલ્ડ અને ગોકુલમ ગિલ્ડ હતું. તા.11/12/2022 ના રોજ સવારે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મુખ્યાલયના વિશેષ અતિથિ તરીકે ISGFના સેક્રેટરી જનરલ સીમા રાઠીએ હાજરી આપી હતી. મિસ પદ્મિની પિલ્લઈ, નેશનલ સેક્રેટરી ISGF અને ઉપમહાપ્રબંધક(ફાઇનાન્સ), દેવેન્દ્ર સાખરે - સેક્રેટરી ઈન્ડિયન રેલવે SGF, એજાઝ મિર્ઝા, કન્વીનર ઈન્ડિયન રેલવે SGF અને કે.બી. કટોચ, સ્ટેટ સેક્રેટરી - વેસ્ટર્ન રેલવે SGF પણ હાજર હતા.
સભ્યોએ કાર્યક્રમની પ્રશંસા કરી
કાર્યક્રમને સફળ બનાવવામાં અભિજીત શાહ, જિલ્લા સચિવ-રાજકોટ SGF, રાજેશ વી. મહેતા અને નંદુબાજીનો મહત્ત્વનો ફાળો હતો. વિવિધ સ્થળોએથી આવેલા તમામ સભ્યોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.