તંત્રની હાજરીમાં બુલડોઝર ફેરવાયુ:ખંભાળિયામાં પકડાયેલા 15.79 લાખના દારૂની 3,994 બોટલનો નાશ કરાયો

ખંભાળિયા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021-22માં 38 ગુનામાં પકડાયો’તો દારૂનો જથ્થો
  • ખંભાળિયાની ભાગોળે ધરમપુર પાસે દારૂના માત્તબર જથ્થાનો નાશ કરવામાં આવ્યો

દેવભૂમિના વડા મથક ખંભાળિયામાં વર્ષ 2021-22માં જુદા જુદા 38 જેટલા ગુનામાં પકડાયેલા ઇંગ્લીશ દારૂની રૂ.15.79 લાખની કિંમતની 3994 બોટલ જથ્થાનો તંત્રની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.જે દારૂ-બિયરના જથ્થામાં બુલડોઝર ફેરવી દેવાયુ હતુ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે જિલ્લા સેવા સદન પાછળ ધરમપુર ખાતે ખંભાળીયા પોલીસે પકડેલા કુલ 15.79 લાખની કિંમતના 3994 નંગ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અત્રેના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સૂચના-માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તથા ખંભાળીયા પીઆઈ પી.એમ.જુડાલ તથા નશાબંધી પીએસઆઈ સહદેવસિંહ વાળા અને આબકારી ખાતું ખંભાળીયાની હાજરીમાં થયેલી કામગીરીની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરાઈ હતી.

ખંભાળીયા પોલીસના વર્ષ 2021-22ના સમયગાળા દરમ્યાન કુલ 38 પ્રોહીબિશનના ગુન્હાઓમાં ઝડપાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ 3994 નંગ બોટલો કે જેની અંદાજીત કિંમત રૂ. 15.79 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...