દબાણ હટાવાયા:બેટ દ્વારકામાં 3 દિવસમાં વધુ 38 ગેરકાયદે દબાણ હટાવાયા

દ્વારકા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારથી શનિવાર સુધી અનધિકૃત બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું , કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ બેટ દ્વારકા વિસ્તારમાં તંત્ર દ્વારા ગત સપ્તાહમાં હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશન ડિમોલિશનના બીજા રાઉન્ડમાં શનિવારે એક દિવસમાં વધુ 16 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું.જયારે ગુરૂવારથી શનિવાર સુધી ત્રણ દિવસમાં લગભગ આવા 38 ગેરકાયદે દબાણો દુર કરાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા વહીવટી તંત્રને સાથે રાખી બેટ દ્વારકામાં અગાઉ કરવામાં આવેલા સર્વે બાદ દબાણ હટાવ કામગીરી અવિરત રીતે ચલાવવામાં આવી હતી.જેમાં તેના પ્રથમ ચરણમાં આશરે પોણા બે લાખ ફૂટ જગ્યા ખુલ્લી કરાયા બાદ ગત તા. 13થી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં શનિવારે પણ દબાણ હટાવ કામગીરી ચાલુ રહી હતી.જેમાં ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના મકાનો, દુકાનો તેમજ વંડાઓ વિગેરે મળી 16 જેટલા સ્થળો પરના દબાણ હટાવાયા હતા.

આ કામગીરીમાં શનિવારે આશે 19,500 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.જેની કિંમત આશરે રૂ. 43 લાખ રૂપિયા ગણવામાં આવી છે. આ ડિમોલિશન કામગીરીમાં સીટી સર્વે વિભાગ, સ્થાનિક ચીફ ઓફિસર, મામલતદાર વિગેરે પણ જોડાયા હતા. બેટ દ્વારકાના હનુમાન દાંડી રોડ, બાલાપર, પાજ રોડ વિગેરે વિસ્તારમાં ચાલી રહેલી ઉકત કામગીરી હજુ પણ આગળ ધપે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. જયારે રવિવાર કે સોમવારે આ વિસ્તારમાં નોંધપાત્ર કામગીરી થઈ ન હતી.ઉપરોકત વિસ્તારોમાંથી કાટમાળ ઉપાડવાની કામગીરી ચાલી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...