દરોડો:રાણપરના વિડી વિસ્તારમાંથી દેશી દારૂનો 350 લીટર જથ્થો પકડાયો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિના ભાણવડ નજીક બરડા ડુંગર પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાનો દરોડો
  • સાત હજારનો દારૂનો જથ્થો કબજે,આરોપી હાથ ન લાગતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ

દેવભૂમિ જીલ્લાના ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં રાણપર ગામની વિડીમાં સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડીને દેશી દારૂનો સાડા ત્રણસો લીટરનો જંગી જથ્થો કબજે કર્યો હતો.જયારે ઉકત દરોડા વેળા આરોપી હાથ ન લાગતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ વડા નિતેશ પાંડેયની સુચનાથી એલસીબીના પીઆઇ કે. કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એમ. દેવમુરારી અને એસ.વી ગળચર,એસ. એસ. ચૌહાણના નેતૃત્વમાં અલગ અલગ ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી

જે વેળાએ પોલીસ કાફલાએ વહેલી સવારે ભાણવડ નજીક રાણપર બરડા ડુંગર વિસ્તારમાં પુર્વ બાતમીના આધારે દરોડો પાડયો હતો.જે દરોડા વેળા પોલીસને દેશી દારૂનો 350 લીટર જથ્થો મળી આવ્યો હતો આથી પોલીસે રૂ.સાત હજારની કિંમતનો દારૂ કબજે કર્યો હતો.જોકે, આ દરોડા વેળા પોલીસને આરોપી ભીખાભાઇ માંડાભાઇ રબારી હાથ ન લાગતા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.પોલીસે દારૂનો જથ્થો કબજે લઇ આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...