પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ પડ્યો:ખંભાળિયા પંથકમાં જાતરની જગ્યામાં જુગાર રમતા 26 શખ્સો ઝબ્બે; રૂ. 2.48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામમાં વાછરાડાડાના મેળા (જાતર) અંગે પોલીસ સ્ટાફ દ્વારા હાથ કરવામાં આવેલા બંદોબસ્તના પેટ્રોલિંગમાં પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના આસોટાના વાછરાડાડાના મેળા (જાતર)માં મંદિરના પાછળના ભાગે આવેલા નદીના કાંઠે બાવળની ઝાડીઓમાં બેસી અને જુદા-જુદા ફિલ્ડમાં ગોળ કુંડાળું વળીને જુગાર રમતા શખ્સો પર પોલીસ ત્રાટકી હતી. જેમાં કુલ ચાર ફિલ્ડમાંથી 26 શખ્સોને રૂ. 2.49 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા હતા.

મેળામાં જુગાર રમતા 26 શખ્સો ઝડપાયા
આ કાર્યવાહીમાં ફિલ્ડ નંબર એકમાંથી છગન માંડણ ગોરાણીયા, અરજન હમીર ચાવડા, બાલુજી રામજી ઓડેદરા, સંજય સુરાભાઈ વાઘ, ગોવિંદ અરજણ આંબલીયા, વેજા મુરુ ઓડેદરા અને દેવશી છગન ગોરાણીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 1 લાખ 16 હજાર 500 રોકડા તથા રૂપિયા 25 હજારની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1 લાખ 41 હજાર 500નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ જ સ્થળે બીજી ફિલ્ડમાંથી પોલીસે ભીખુભા અજુભા માણેક, દેવુ ખેંગારભાઈ હરિયાણી, ભોલા બીજલભાઇ ટોયટા, બાબુ નાથાભાઈ બાંભવા, ધના બીજલભાઈ ટોયટા, ભીમ વાલાભાઈ સંધીયા અને કારા માલદે સંધીયા નામના સાત શખ્સોને કુલ રૂપિયા 32 હજાર 500 રોકડા તથા રૂપિયા 7,500ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 40 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

રૂ. 2.48 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
​​​​​​​ત્રીજા ફિલ્ડમાંથી પોલીસે કિશોર બોઘાભાઈ ચાવડા, રાયદે ખીમાભાઈ ચાવડા, મુકેશ ચંદુભાઈ ચાવડા, રત્ના પ્રેમજીભાઈ નકુમ અને આનંદ ગોવિંદભાઈ ગોજીયા નામના પાંચ શખ્સોને રૂ. 19 હજાર 900 રોકડા અને રૂપિયા 11 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 30 હજાર 900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોથી ફિલ્ડમાંથી પોલીસે કનકસિંહ ઉદેસંગભા જાડેજા, રામ સામરા માયાણી, નારણ સામરા મધુડા, રાજપાલ ડાવા માયાણી અને પુંજા વેજા મોઢવાડિયા નામના છ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 21 હજાર 750 રોકડા તથા રૂપિયા 15 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 36 હજાર 450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જાહેરમાં જુગાર રમતા 26 શખ્સોને 1 લાખ 90 હજાર 350 રોકડા તથા રૂપિયા 58 હજાર 500ની કિંમતના 18 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2 લાખ 48 હજાર 850ના મુદ્દામાલ સાથે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...