દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુઓમાં દિનપ્રતિદિન વકરતા જતા લમ્પી વાયરસના કારણે પશુપાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં 2084 કેસો સામે આવ્યા છે.જયારે કુલ 48 પશુના લમ્પી વાયરસને કારણે મોત થયા છે. જયારે 12026 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા જુદી જુદી સાત ટિમો બનાવી કામગીરી હાથ ધરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત નવમી મેથી લમ્પી વાયરસની એન્ટ્રી થઈ હતી. દ્વારકામાં પહેલો કેસ સામે આવ્યા બાદ આ લમ્પી વાયરસ કેસોમાં દિનપ્રતિદિન વધારો થતા અત્યાર સુધી 2084 કેસ નોંધાયા છે.જયારે કુલ 48 પશુઓના મૃત્યુ પણ થયા છે. લમ્પીના કેસોમાં વધારાને લઈ જિલ્લા પશુપાલન અધિકારી ડો.મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં લમ્પી વાયરસ ભોગ બનેલા પશુનો સર્વે કરી તાત્કાલિક રસીકરણ સહિતની સારવાર આપવામાં આવે તેના માટે અલગ અલગ સાત ટિમો બનાવામાં આવી છે.
લમ્પી વાયરસ વધુ વકરે નહિ તે પહેલા પશુપાલન અધિકારી દ્વારા સતત ટિમો દોડતી કરાઇ છે. જિલ્લામાં જુદા જુદા સ્થળો પર પશુની સર્વે વગેરે કામગીરી કરવામાં આવી છે. આ અંગે પશુપાલન અધિકારી ડો.મહેશ પટેલે જણાવ્યા અનુસાર ચારેય તાલુકામાં સાત ટિમ બનાવી કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પશુઓને લક્ષણો જનતા નજીકના પશુ દવાખાને અને 1962 ટોલ ફ્રી નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા તેમજ પશુને અલગ અલગ રાખવા અને માખી-મચ્છરોથી દૂર રાખવા જણાવાયુ છે.
વેક્સિનેશન ઝુંબેશ - રોગગ્રસ્ત પશુઓને અલગ ખસેડીને સારવાર, રોગચાળાને નાથવા ક્વાયત
ખંભાળિયા શહેર સહિત આજુબાજુના સ્થળોએ લમ્પીગ્રસ્ત માલુમ પડેલા પશુઓને સ્થાનિક તંત્ર દ્વારા રસીકરણ સહિતની જરૂરી સારવાર બાદ તુરંત જ અલગ ખસેડવામાં આવે છે જયાં તેની સધન સારવાર યથાવત રાખવામાં આવે છે.બીજી બાજુ બેહ ગામે સરપંચ પ્રવિણભાઇ ગઢવી અને એનિમલ ગ્રૃપની ખાસ જહેમતથી ગાયોને વિનામુલ્યે સધન વેકસિનેશન કરાયુ હતુ.ગાગા સહિતના ગ્રામ્ય પંથકમાંતંત્ર અને સેવાભાવી સંસ્થા દ્વારા પશુઓ માટે સધન વેકિસનેશન ઝુંબેશ હાથ ધરાઇ હતી.
સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે વેકસિનેશન અભિયાન
દેવભૂમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, એનિમલ કેર્સ ગ્રૂપ તથા વ્રજ ફાઉન્ડેશન દ્વારા જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારો સુધી જઇ વિનામૂલ્યે લમ્પી વેકસીન પશુઓને લગાવાનું અભિયાન શરૂ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.