દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાગર સુરક્ષા માટે ચાલી રહેલી "સી વિજીલ" કવાયત દરમિયાન મંદિર સુરક્ષા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં ગુપ્ત રીતે ભીડના સમયે પૂર્વ દરવાજા તરફથી મોક્ષ દ્વાર મારફતે આવેલા એક યુવાનના કબજામાંથી પિસ્તોલ અને 56 સીડી તરફથી સ્વર્ગ દ્વાર વાટે આવેલા એક શખ્સ પાસેથી સુરક્ષા સ્ટાફના ચેકિંગ દરમિયાન છરી મળી આવી હતી.
આથી ફરજ પરના PI પી.એ.પરમાર, PSI પ્રજાપતિ અને તેમની ટીમે સતર્કતા બતાવી બંનેને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મંદિર સુરક્ષાના DYSP સમીર સરડા સમક્ષ રજૂ કર્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષા સ્ટાફની કામગીરીની ચોકસાઈને ચકાસવા માટે DYSP સમીર સારડા દ્વારા આ વ્યક્તિઓને મોકલીને પિસ્તોલ તથા છરી લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં મંદિરમાં પ્રવેશતા પૂર્વે ચેકીંગ દરમિયાન પોલીસે ઉપરોક્ત બંને શખ્સોને ઝડપી લીધા હતા. આમ, મંદિર પોલીસની સતર્કતાની મોકડ્રીલમાં ચકાસણી કરતા પોલીસે પોતાની ફરજ પરની સતર્કતા બતાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.