વ્યવસ્થા:દેવભૂમિમાં 2 મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે

ખંભાળિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા-દ્વારકા બેઠક દિઠ 1-1 મતદાન મથક ઉભુ કરાયું

વિધાનસભા ચૂંટણીઅન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 1ડિસેમ્બરના રોજ મતદાન થશે. જેમાં જિલ્લાની ૨ વિધાનસભા બેઠક દીઠ એક-એક મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.પીડબલ્યુડી નોટલ વ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને મતદાન કરવામાં સહેલાઇ થાય તે માટે મતદાન મથકમાં જરૂરી વ્યવસ્થા કરાઇ છે.

આગામી તા.01/12/2022નાં રોજ વિધાનસભા સામાન્ય ચુંટણીનું મતદાન છે જેમાં દિવ્યાંગ અને વૃધ્ધો ને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચુંટણી પંચની સુચના અનુસાર જીલ્લા ચુંટણી તંત્ર અને પીડબલ્યુડી નોડલ વ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં જિલ્લામાં 81 ખંભાલીયા અને 82 દ્વારકા વિધાનસભા સીટ પર એક એક દિવ્યાંગ બુથ જેનું સંચાલન દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. મતદાન મથક પર દિવ્યાંગ મતદાર માટે રેમ્પની સુવિધા,જરૂરિયાતમંદ દિવ્યાંગ માટે ચેરની સુવિધા,અંધ અને અશક્તતા ધરાવનાર માટે સહાયકની સુવિધા,મતદાન મથક પર જઈ ન શકે તેવા દિવ્યાંગ મતદાતા માટે ઘરેથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

જયારે અંધ મતદારો માટે બ્રેઇલ પોસ્ટલ બેલેટની વ્યવસ્થા,દિવ્યાંગ મતદાતાને મતદાન સ્થળ પર લાઈનમાં ઉભું રહેવું ન પડે અને સરળતાથી મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ચુંટણી પંચની સુચના મુજબ દરેક બુથ પર ગોઠવવામાં આવી છે એમ જણાવાયુ છે. દેવભૂમિ જિલ્લામાં બે મતદાન મથક દિવ્યાંગ ક ર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે. જે બંને મતદાન મથક ખાતે દિવ્યાંગ મતદાતાઓ સરળતાપૂર્વક મતદાન કરી શકે તે માટે જરૂરી વ્યવસ્થાાઓ પણ ગોઠવાઈ ેછે.

અન્ય સમાચારો પણ છે...