ધરપકડ:ભાણવડના સસ્તા અનાજના કૌભાંડમાં 2 શખસો ઝડપાયા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વેબસાઈટમાં ચેડાં કરી અનાજના જથ્થાની ઉચાપત કરી હતી
  • ઓપરેટર પરબત કરમુર, બાબુ કારેણા પોલીસના સકંજામાં

ભાણવડના ચકચારી સસ્તા અનાજના કૌંભાડમાં પોલીસે ઓપરેટર પરબત કરમુર, બાબુ કારેણાને પકડી પાડયા છે. સરકારી વેબસાઇટમાં ચેડાં કરી અનાજના જથ્થાની ઉચાપત કરતા 12 શખસો સામે ગુનો નોંધાયો હતો.

ભાણવડ વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા 2 કોમ્યુટર ઓપરેટરો, રેશનીંગ દુકાનદારો તથા સંચાલકોની મિલીભગતથી રેશનકાર્ડમાં 2046 ભૂતિયા નામો ચડાવી સસ્તા અનાજનો જથ્થો રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. જે અંગે ઇન્ચા. પુરવઠા અધિકારી પાર્થ કોટડીયા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને 12 વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રકરણ અનુસંધાને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી.આઈ પી.સી.સિંગરખીયાનાઓ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા પુરવઠા શાખાની સરકારી વેબસાઈટમાં રેકર્ડ સાથે ચેડાં કરી સરકારી અનાજના જથ્થાની ઉચાપત કરવાના પ્રકરણ અંગે ભાણવડ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં ફરજ બજાવતા ઓપરેટર પરબત ખીમાભાઈ કરમુર તથા બાબુ જગાભાઈ કારેણા નામના બે શખસોની પોલીસે ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...