ધરપકડ:મૂળવાસર-લાલપરડામાં દારૂ સાથે 2 ઝબ્બે, દારૂની નાની મોટી 194 બોટલ સહિત રૂ.32 હજારની માલમતા કબજે

ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિના મુળવાસર અને લાલપરડામાં પોલીસે જુદા જુદા સ્થળે દરોડા પાડી ઇંગ્લીશ દારૂની નાની મોટી 194 બોટલ સાથે બે શખસોને પકડી પાડયા હતા.દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેય તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળીયા પીઆઈ પી.એમ. જુડાલ તથા પીએસઆઈ એમ.જે.સાગઠિયા સ્ટાફ સાથે પ્રોહીબિશન અંગે પેટ્રોલિંગ કરી રહયા હતા

જે વેળાએ સ્ટાફના એએસઆઈ પ્રતાપભાઈ ભાટિયા તથા હેડ.કોન્સ.ખીમાભાઈ કરમુર સહિતની ટીમે બાતમીના આધારે લાલપરડા ગામે રણુજા ખંઢેર વાડી વિસ્તારમાં રહેતા નારાણ ઉર્ફે નાયો ધનાભાઈ ગમારા નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ-42 જેની કી.રૂ.16800ના મુદ્દામાલ સાથે પોલીસે ઉપરોક્ત શખ્સને દબોચી લીધો હતો. દ્વારકા તાલુકામાં મુળવાશર ગામેવાડી વિસ્તારમાં પોલીસે પુર્વબાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની 180ml ની બોટલ કુલ 152 નંગ જેની કી.રૂ.15200ના મુદ્દામાલ સાથે આરોપી લુણાભા અનુભા સુમણિયાને પોલીસે પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...