પતાનો ખેલ જામ્યો:કલ્યાણપુર અને ભાણવડમાં બે સ્થળોએ જુગાર દરોડામાં 17 શખ્સો ઝડપાયા

દ્વારકા ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુર પંથકમાં જુગાર અંગે સ્થાનિક PSI કે.એન. ઠાકરીયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કામગીરી અંતર્ગત સર્વેલન્સ સ્ટાફના મુકેશભાઈ વાઘેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે તાલુકાના મેઘપર ટીટોડી ગામે આવેલા એક મંદિર પાસે બેસી અને જુગાર રમી રહેલા લખમણ સાજણ આંબલીયા, દેવા કારા બાબરીયા, કાના માધા પરમાર, જેસા ભીખા બાબરીયા, વેજાણંદ નારણ વરુ, દેવાત કાના છુછર, પ્રેમજી ઝીણાભાઈ ગોહેલ, મંગલદાસ માવજી ગોહેલ, કિશોર ધનાભાઈ બાબરીયા નામના કુલ નવ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આ શખ્સો પાસેથી કુલ રૂપિયા 16,610 રોકડા તથા રૂપિયા 3,000 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 19,610 નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે જાડેજા વાસ ખાતેથી જુગાર રમતા અશોક નાથા વિંઝુડા, પરેશ ઘેલાભાઈ વિંઝુડા, ખોડુભા બાબુભાઈ વિંઝુડા, જયેશ ઉર્ફે સુનિલ પાલાભાઈ પરમાર, ડાયા રાજા સોલંકી, હસમુખ માલસી મહિડા, પ્રકાશ હસમુખભાઈ જોડ અને હિરેન પવાભાઈ વિંઝુડા નામના આઠ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 11,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...